નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતેપોલીસ વિભાગ માટે સી.પી.આર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતેપોલીસ વિભાગ માટે સી.પી.આર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આઈએસએ ગુજરાતના સહયોગથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૫૧ સ્થળો ઉપર ૫૫ હજાર ઉપરાંત પોલીસો માટે પોલીસ વિભાગ માટે સી.પી.આર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ખેડા જિલ્લા પોલીસ દ્વારા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલી ડીડી યુનિવર્સિટી સંચાલિત, ડોક્ટર એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢીયા, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, બીજેપીના જિલ્લાના હોદ્દેદારો તેમજ જિલ્લા ની પોલીસ ઉપસ્થિત રહી સીપીઆર ટ્રેનિંગ લીધી હતી. અને ગાંધીનગરથી લાઈવ ટ્રેનિંગ પણ નિહાળી હતી. તેમજ અંગદાન માટે શપથ પણ લીધા હતા. આ પ્રસંગે એસપી રાજેશ ગઢીયા, અને મુખ્ય મહેમાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અંગદાન માટે લીધેલ શપથ અંતર્ગત સૌને બિરદાવ્યા હતા. અને આ તાલીમ નું મહત્વ સમજાવ્યું હતું.