ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારતી ડામોર રિત્વલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન
અજય સાશી
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારતી ડામોર રિત્વલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા, જ્ઞાન સાધના પ્રવેશ પરીક્ષા થતાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ધોરણ 5 માં અભ્યાસ કરતી કુમારી ડામોર રિત્વલબેન રિતેશભાઈ – કોમન પ્રવેશ પરીક્ષામાં 120 માંથી 109 ગુણ મેળવેલ છે.. અને એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં 89 ગુણ મેળવેલ છે તેમના માતા પિતા, શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું છે તે બદલ ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા મેળવેલ શૈક્ષણિક સિદ્ધિ શાળાના અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ બને ઉતરોતર પ્રગતિના શિખરો પર કરો એવી દિલથી શુભકામના પાઠવી હતી. આપ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવી હતી.