દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ ગરબાડા કન્યા શાળા વાણીયા અને ખારવા ગામે ઊજવાયો શાળા પ્રવેશોત્સવ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ ગરબાડા કન્યા શાળા વાણીયા અને ખારવા ગામે ઊજવાયો શાળા પ્રવેશોત્સવ ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન શ્રી આર.આર.બારડે ભૂલકાંઓને કરાવ્યો શાળા પ્રવેશ.આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩નો પ્રારંભ થયો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ આજે શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન શ્રી આર.આર. બારડની ઉપસ્થિતિમાં ગરબાડા કન્યા શાળા, વાંણીયા ફળિયા વર્ગ અને ખારવા ગામની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળાપ્રવેશોત્સવ નિમિત્તે ગરબાડા તાલુકાના કન્યા શાળામાં બાલવાટિકામાં ૦૪ ભૂલકાંઓ તથા ધો.૧ માં ૦૪ જેટલા બાળકોને પ્રવેશ અપાયો. આ ઉપરાંત વાણીયા ગામની પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૩ ધો. ૧ માં ૧૪ તેમજ ખારવા પ્રથમિક શાળામાં ૧૧ બાલવાટીકામાં અને ૧૬ ધો. ૧ માં પ્રવેશ પામનાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે શ્રી બારડે શાળાઓમાં ભૂલકાંઓનું બેગ, પુસ્તકો અને શૈક્ષણિક કિટ આપીને સ્વાગત કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન શ્રી આર.આર. બારડ કન્યાશાળા ગરબાડા અને વાણીયા અને ખારવા ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કન્યાશાળા ગરબાડા વાણીયા અને ખારવા ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦