ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરિયાએ ગરાડુ, છાંસીયા અને મહુડીમાં શાળા પ્રવેશોત્સવ કરાવ્યો બાળકોને રમકડાની કીટ આપવામાં આવી.
પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરિયાએ ગરાડુ, છાંસીયા અને મહુડીમાં શાળા પ્રવેશોત્સવ કરાવ્યો બાળકોને રમકડાની કીટ આપવામાં આવી ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા તારીખ 12-06-2023 સોમવારના રોજ રાજ્ય સરકાર દ્વારા શરું કરાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેસોત્સવ 2023 કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ તાલુકાના ગરાડુ, છાંસીયા અને મહુડી મુકામે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને કુમકુમ તિલક, રમકડાની કીટ ભેંટ આપી મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે પ્રવેસ કરાવ્યો હતો. ધારાસભ્ય મહેશ ભૂરિયાએ નાના નાના બાળકોની સાથે બાળક થઇ તેમની ભાષામાં વાત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો આવનાર વર્ષોમાં દેશ ,સમાજ અને પરિવારનું ભવિષ્ય છે તેથી બાળકોના ઘડતરમાં ભણતર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ભાર મૂક્યો હતો. દરેક બાળક સારું શિક્ષણ મેળવે અને ભણતર કરી ખૂબ આગળ વધે તેવી બાળકોને શુભેચ્છાઓ આપી હતી




