ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથની પ્રથમ સોભા યાત્રાને લઇ ચાલતી તડામાંર તૈયારીઓ.

પ્રવીણ કલાલ

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથની પ્રથમ સોભા યાત્રાને લઇ ચાલતી તડામાંર તૈયારી ઓદર અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે ફતેપુરા તાલુકામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા કાઢવા માટે તૈયારીઓ પ્રારંભિક દેવામાં આવી છેફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજી ની પ્રથમ શોભાયાત્રા ને લઇ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ફતેપુરા નગરમાં રંગરંગ ભગવાન જગન્નાથની શોભા યાત્રા નીકળે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે આ રથયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે માટે જવાબદાર અધિકારીઓની પરમિશન લઈને ફતેપુરા નગરમાં ડીજે નાસિક ઢોલ બેંટ અને વિવિધ વાજીન્દ્રના તાલે વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ ની શોભાયાત્રા કાઢવામાં આવશે પ્રથમ શોભાયાત્રા ને લઈને નગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના નાના બાળકોથી લઇ યુવા ધન ભગવાન શ્રી જગન્નાથજી ની શોભા યાત્રામાં જોડાવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે 20 તારીખે નીકળનારી આ શોભાયાત્રામાં સમગ્ર ફતેપુરા નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે પ્રથમ શોભા યાત્રા યાદગાર બની રહે તે માટે રથયાત્રા સેવા સમિતિ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સમગ્ર રથયાત્રામાં દરમિયાન જાંબુનો પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: