શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,બલરામ મીના સાહેબના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ હતો.
રાજ ભરવાડ
તા.12/06/2023 ના રોજ ઝાલોદ તાલુકાની વસ્તી પે સેન્ટર શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બલરામ મીના સાહેબના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ હતો.જેમાં પ્રિન્સિપાલ, એસ.એમ.સી.ના સભ્યો, મેડિકલ ઓફિસરશ્રી CHC મિરાખેડી, PSI લીમડી પોલીસ સ્ટેશન, વાલીઓ તથા બાળકો હાજર રહેલ હતા.સદર કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, એસ.એમ.સી. કમિટી સાથે મીટીંગ તેમજ બાળકોના ટ્રાન્સપોર્ટ માટેના વાહનોને લીલી ઝંડી આપવામાં આવેલ હતી.