દાહોદ જિલ્લાનો યોગ ટ્રેનર તાલીમ સંપન
દાહોદ તા.7
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્ય માં ઘર ઘર સુધી યોગ પહોંચાડવા માટે યોગ બોર્ડ ની રચના કરવા માં આવી છે જેના માટે તા ૧૩/૨/૨૦૨૦ થી દાહોદ જિલ્લા ના યોગ ટ્રેનર ની તાલીમ કાચલા ધામ ખાતે થી શરૂ થઈ જેમાં ૧૬૫ જેટલા યોગ ટ્રેનરો એ તાલીમ મેળવી અને ૨૧ દિવસ ના અંતે તાલીમ સંપન્ન કાર્યક્રમ કસ્તુરી ગાર્ડન નગરાળાં ખાતે યોજ્યો જેમાં જિલ્લા સેવા ભાવી સંસ્થાઓ જેવી કે પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, આર. એસ. એસ. અને વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકર્તા અને ભા. જ. પા. દાહોદ જિલ્લા મહા મંત્રી શ્રી નરેન્દ્રભાઇ સોની વગેરે ની ઉપસ્થિત રહી તાલીમ પામેલ યોગ ટ્રેનરો નો ઉત્સાહ વધારી દેશ- સમાજ ની સેવાનું મહત્વ સમજાવી કાર્યક્રમ સંપન્ન થયો.
સમગ્ર કાર્યક્રમ દાહોદ જિલ્લા ના યોગ કોચ શ્રી વિનોદકુમાર જી પટેલ ના માર્ગદર્શન માં સંપન્ન થયો તાલીમ પામેલા યોગ ટ્રેનરો ને સમાજ ને સારા સ્વાસ્થ્ય માટે સમય આપી કટી બદ્ધ થવા પ્રેરણા અપાઈ.
#dahod #sindhuuday