સંજેલીની ગોવિંદા પ્રા.શાળાના બાળકોને દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શૈક્ષણિક કીટનું વિતરણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.
સિંધુ ઉદય
સંજેલીની ગોવિંદા પ્રા.શાળાના બાળકોને દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શૈક્ષણિક કીટનું વિતરણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદા તળાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 13 જૂન 2023 ને બુધવારના રોજ આદિવાસી સમાજના અગ્રણી અને વડીલ સ્વ. ચારેલ નારસીંગભાઈ ગવજીભાઈ નું દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ગોવિંદાતળાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, રબ્બર, ચંચો તેમજ બોલપેનનું વિતરણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગોવિંદાતળાઈ ગામના નારસીંગભાઈ ગવજીભાઈ ચારેલ તારીખ 13-06-2021 ના રોજ પ્રકૃતિમાં વિલીન થયા હતા તો તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ વિતરણ કરીને તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી અરજ કરવામાં આવી હતી. સામાજિક ક્ષેત્રે જીવતા જીત તો કાર્ય કર્યું પણ હાલ આ દુનિયામાં હાજર ન હોવા છતા આવા કાર્યો થઈ રહ્યા છે તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. પરિવાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી અને યથા શક્તિ મુજબ શૈક્ષણિક કીટ વિતરણ કર્યું હતું. શાળાના આચાર્ય, સ્ટાફગણ ઉપસ્થિત રહીને આ કીટનો સ્વીકાર કર્યો હતો અને બાળકોને વિતરણ કર્યું હતું.