દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ અંગે આરોગ્ય તંત્ર દ્વારા હેલ્પલાઇન ૦૨૬૭૩-૨૩૯૧૨૩ અને ૦૨૬૭૩-૨૩૯૨૭૭ નંબર ઉપર ફોન કરવાથી કોઇ પણને કોરોના વાયરસ અંગે માહિતી મળશે
દાહોદ તા.7
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ અંગે માહિતી, માર્ગદર્શન માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ માટે ૧૦ કર્મચારીઓને ફરજ સોપી દેવામાં આવી છે. આ કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પહાડિયાએ જણાવ્યું કે, જિલ્લા સેવા સદન ખાતે આવેલા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કન્ટ્રોલ રૂમમાં હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જેના નંબર ૦૨૬૭૩-૨૩૯૧૨૩ અને ૦૨૬૭૩-૨૩૯૨૭૭ ઉપર ફોન કરવાથી કોઇ પણને કોરોના વાયરસ અંગે માહિતી મળશે. આ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
તેમણે એમ જણાવ્યું કે, રાજ્ય કક્ષાએથી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, એરપોર્ટ ઉપર આવતા યાત્રિકો પૈકી જો દાહોદના કોઇ હોય તો તેની વિગતો સીધી મળી જાય છે.
#dahod #sindhuuday