ઝાલોદ નગરમાં રથયાત્રાના રૂટ પર નગરપાલિકા અધિકારી સાથે રથયાત્રા સમિતિના આગેવાનો દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું .

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં રથયાત્રાના રૂટ પર નગરપાલિકા અધિકારી સાથે રથયાત્રા સમિતિના આગેવાનો દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું નગરમાં દરેક વિસ્તારમાં ખાડા ,ટેકરાઓ સમતલ કરવા રૂટ દરમિયાન સુચન કરાયું ભગવાન જગન્નાથની છઠ્ઠી રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નગરમાં યોજાનાર છે તે માટે નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી સનાતન હિન્દુ ધર્મ સમિતિના આયોજકો દ્વારા નગરના વિવિધ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરના દરેક રૂટ પર આવેલ ખાડા ,ટેકરા તેમજ વરસાદી માહોલમાં ખાડા ખોદેલ જગ્યા પોચી થઈ ગયેલ છે તેના પર ધ્યાન આપવા માટે રથયાત્રા સમિતિ દ્વારા સુચન કરવામાં આવ્યું હતું તેમજ રથયાત્રા દરમ્યાન કોઈ અવ્યવસ્થાના સર્જાય તે માટે નગરપાલિકાની ટીમ આખી શોભાયાત્રા દરમ્યાન હાજર રહે તેવુ સુચન પણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગરમાં ગુજરાત હાઈકોર્ટના નિયમ મુજબ કતલખાનાઓ બંધ કરવામાં આવેલ હતા પરંતુ અવારનવાર કેટલીય વાર અમુક કતલખાનાઓ ચાલુ પણ જોવા મળે છે તેને લઈ સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા રથયાત્રાના દિવસે દરેક કતલખાનાઓ બંધ રહે તે માટે નગરપાલિકાને મૌખિક માંગ કરવામાં આવી હતી તેમજ બાને ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટના કતલખાના અંગેના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી માંગ સનાતન હિન્દુ ધર્મ સમિતિના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!