વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ખેડા જિલ્લામાં ૦૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળામાં છતને નુકશાન થયું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ અગમચેતીના પગલાં રૂપે શાળાઓમાં રજા જાહેર કરેલ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નુકસાન પામેલ તમામ શાળાઓનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ તથા અંદાજિત ખર્ચ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાની ખેડા જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તા. ૧૯ જુન ૨૦૨૩ને સોમવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણમાં કાર્ય શરૂ કરવામાં આવશે.


