લીમખેડાના નિનામાના ખાખરીયા ગામે રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ ઝડપતી એલ.સી. બી પોલીસ.

સંજય હઠીલા

દાહોદ તા.૧૭દાહોદ

એલ.સી.બી. પોલિસે લીમખેડાના નિનામાના ખાખરીયા ગામે કાળીયા ચોકડીથી આગળ રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર બપોરના સમયે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૧.૦૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે.લીમખેડાના નિનામાના ખાખરીયા ગામે કાળીયા ચોકડીથી આગળ રહેતા મંગળસિંહ ઉર્ફે બટુક ધીરસીંગભાઈ પરમાર નામના બુટલેગરના રહેણાંક મકાનમાં દારૂનો અડ્ડો ચાલતો હોઈ અને તે અડ્ડાવાળા મકાનમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો હોવાની દાહોદ એલસીબી પોલિસને બાતમી મળી હતી જે બાતમીના આધારે દાહોદ એલસીબી પી.આઈ. ડીંડોર ની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી એસઆઈ એમ એલ ડામોર, જેબી ધનેશા તથા સ્ટાફના પોલિસ કર્મીઓની ટીમે ગઈકાલે બપોરના દોઞઢ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ જગ્યાએ બુટલેગર મંગળસિંહ ઉર્ફે બટુક ધીરસીંગભાઈ પરમારના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૧,૦૪,૦૯૪ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ-૮૭૭ પકડી પાડી કબજે લીધી હતી. જ્યારે પોલિસની રેડ સમયે બુટલેગર મંગળસિંગ ઉર્ફે બટુક પરમાર ઘરે હાજન ન હોવાથી પોલિસ તેને પકડી શકી ન હતી.આ સંબંધે દાહોદ એલસીબી પોલિસે લીમખેડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે નિનામાના ખાખરીયા ગામના બુટલેગર મંગળસિંગ ઉર્ફે બટુક ધીરસીંગભાઈ પરમાર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: