ફતેપુરાથી ઝાલોદ તરફ જતાં ઢઢેલા ગામે સર્જાયો અકસ્માત.

પ્રવીણ કલાલ

દાહોદ તા.૧૫દાહોદ જિલ્લાના ફતેપુરાથી ઝાલોદ તરફ જતાં ઢઢેલા ગામે પાક્કા ડામર રોડ પર ગતરાતે પુરપાટ દોડી આવતું ડંફર ચાલકની હગફલતને કારણે રોડ પર પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડંફરમાં બેઠેલ કંડકટર(ઉ.વ.૨૩) ડંફરની નીચે દબાઈ જતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણળા મળ્યું છે.ઝાલોદ તાલુકાના કુણી ગામના નિશાળ ફળિયામાં રહેતા કનુભાઈ સોમાભાઈ ભુરીયા તેના કબજાનું રેતી ભરેલ જીજે-૦૬ એક્સ એક્સ ૯૨૬૧ નંબરનું ડફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન ડંફરની વધુ પડતી ઝડપ અને ચાલક કનુભાઈ ભુરીયાની ગફલતને કારણે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઢઢેલા ગામે પાકક્કા ડામર રોડ પર ડંફર ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં બેઠેલ કુણી ગામના નિશાળ ફળિયાનો ૨૩ વર્ષીય સુનીલભાઈ સીકલાભાઈ ભુરીયા નામનો કંડકટર ડંફરની નીચે દબાઈ જતાં તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ જાઓ થતાં તેને સારવાર માટે ૧૦૮ મારફતે ફતેપુરા સરકારી દવાખાને તાબડતોબ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મરણ ગયેલ જાહેર ક્રોય હતો.આ સંબંધે નાની કુણી ગામના નિશાળ ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય સીકલાભાઈ ગજીયાભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે ડંફર ગાડીના ચાલક કનુભાઈ સોમાભાઈ ભુરિયા વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!