અગાઉ થયેલ અકસ્માત બાબતના કેસના નિકાલના મામલે ચાર ઇસમોએ એકનું અપહરણ કરી લઇજઇ
દાહોદ, તા.ર૩
ધાનપુર તાલુકાના વાંસીયાકુઇ ગામે અગાઉ થયેલ અકસ્માત બાબતના કેસના નિકાલના મામલે ચાર ઇસમોએ એકનું અપહરણ કરી લઇજઇ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.
ધાનપુર તાલુકાના વાંસીયાડુંગરી ગામના રાયસંદભાઇ પારસીંગભાઇ પલાસ,સંજયભાઇ તેરસીંગભાઇ પલાસ,મણીયાભાઇ નનુંભાઇ પલાસ,તથા નાનજીભાઇ કાનજીભાઇ પલાસ એમ ચારે જણાએ અગાઉ થયેલ અકસ્માત ના કેસનો નિકાલ કરવાના મુદ્દે તેમના ગામના મનીષભાઇ રમેસભાઇ મોહનીયાને બેફામ ગાળો આપી અગાઉ થયેલ અકસ્માતના બનાવનો તમોકેમ નિકાલ કરતાં નથી તેમ કહી બળજબરી થી અપહરણ કરી લઇજઇ જાનથી મારી નાંખવાની ધાકધમકી ઓ આપી હતી.
આ સંબંધે મનીષભાઇ રમેશભાઇ મોહનીયાએ ધાનપુર પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.