દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ભીમપુરા ગામેવૃક્ષ ધરાશાહી થતા બાળકી નુ મોત.
સંજય હઠીલા /રમેશ પટેલ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ભીમપુરા ગામે વાવાઝોડામાં એક વૃક્ષ ધરાશાહી થઈ જતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક ૦૯ વર્ષીય બાળા પર વૃક્ષ પડતા બાળાને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બાળાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.દાહોદ જિલ્લામાં બીપરજાેય વાવાઝોડાને પગલે ઘણી જગ્યાઓએ વૃક્ષ ધરાશાહી થતાં અને કાચા મકાનોના પતરા ઉડ્યાં હતાં ત્યારે ખાસ કરીને વૃક્ષ ધરાશાહી થઈ જવાની ઘટનામાં દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં એક કર્મચારીઓને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે ત્યારે ગતરોજ આ વાવાઝોડાને પગલે લીમખેડા તાલુકાના ભીમપુરા ગામે એક વૃક્ષ ધરાશાહી થઈ જતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ૦૯ વર્ષીય કાજલબેનની ઉપર વૃક્ષ પડતાં કાજલબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.આ સંબંધે ભીમપુરા ગામે પરમાર ફળિયામાં રહેતાં પંકજભાઈ મનુભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

