ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે બાળ લગ્ન અટકાવયા.
પ્રવીણ કલાલ ફતેહપુરા
દાહોદ તા.૧૮સમાજમાં બાળ લગ્ન જેવી કુરિતીઓને દુર કરવા અને બાળકોને લગ્ન જીવનમાં બાંધી તેમના જીવનના મુળભુથ અધિકારો શિક્ષા અને રમતગમતથી વંચિત ન રહે અને સમાજમાં બાળકોના અધિકારો પ્રત્યે જાગૃતતા અને સંવેદના લાવવાના ઉદ્દેશથી ફતેપુરા પોલીસ તેમજ દાહોદ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીના સહિયારા પ્રયાસથી ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે સગીર વયના બાળકોના લગ્ન કરાવી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિમનો ભંગ કરેલ હોવાની જાણ થતાંજ બાળ લગ્ન કરાવનાર બાળકોના માતા-પિતા તથા સમાજના આગેવાનો વિરૂધ્ધમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રથમ વખત એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના તીખી ફળિયામાં રહેતાં નાથુભાઈ મહિડા તથા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામના મુળ વતની અને હાલ દાહોદ શહેરના ગોવિંદનગર ગીત નંદન સોસાયટી તપોવન એપાર્ટમેન્ટમાં રહેતાં કમલેશભાઈ મીઠાભાઈ પારગી એમ બંન્ને જણા તે બંન્નેની પત્નિઓ બાળ લગ્ન પ્રથા પર સંપુર્ણ પ્રતિબંધ હોવાનું જાણવા છતાંય પ્રતિબંધની ઐસીતૈસી કરી તારીખ ૦૯.૦૫.૨૦૨૩ના રોજ મોટીરેલ ગામે નાથુભાઈ ઉર્ફે પુંજાભાઈ મહીડાએ પોતાના ૧૭ વર્ષ ૧ માસ અને ૭ દિવસની ઉંમરના સગીર પુત્રના હાલ દાહોદ ગોવિંદનગર ગીત નંદન સોસાયચી તપોવન એપાર્ટમેન્ટમાં રહેતાં કમલેશભાઈ મીઠભાઈ પારગીની ૧૭ વર્ષ ૨૪ દિવસ ઉંમરની સગીર દિકરી સાથે સમાજના રીત રિવાજ મુજબની લગ્ન વિધિથી લગ્ન કરાવી લગ્ન થનાર કિશોરીનું દહેજ પેટે રકમ નક્કી કરી રૂપીયા ૫૫,૦૦૦ દહેજ સ્વીકાર્યુ હતું. આ અંગેની જાણ દાહોદ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીને થતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતાં તેઓએ અને તેઓએ તેઓની ટીમને સાથે રાખી બાળ લગ્ન પ્રથા શંખ અધિનિયમનો ભંગ કરનાર લોકો તેમજ બાળ લગ્નનો ભોગ બનનાર બંન્ને કિશોર-કિશોરીના બાળ લગ્ન બાબતની તમામ માહિતીઓ એકત્રિત કરવામાં જાેતરાયા હતાં.