શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દાહોદ તથા રામરોટી મંડળ દ્વારા નવનિર્મિત”શ્રી સંતકૃપા ભવન” નો ઉદ્ધાટન કરવામાં આવ્યું
ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.7
શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દાહોદ તથા રામરોટી મંડળ દ્વારા આજ રોજ “શ્રી સંતકૃપા ભવન” નો ઉદ્ધાટન કરવામાં આવ્યો. વર્ષોથી જરૂરિયાત મંદ લોકોને ભોજન તેમજ સમૂહ લગ્નન, સિનિયર સિટીઝન માટે અનેક સેવા લાભ આપતું ટ્રસ્ટ ના ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું,
દાહોદ શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ , દાહોદ દ્વારા નવનિર્મિત શ્રી સંતકૃપા ભવનનું આજ રોજ દાહોદ શહેરના દુધિમતી નદીના કિનારે, મોટાપુલ પાસે ભવન નું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, દાહોદ શ્રીરામ ભક્ત રામરોટી મંડળ, દાહોદ દ્વારા શ્રી મનકામેશ્વર મહાદેવજ મંદિરની પાછળ, દુધિમતી નદીના કિનારે, મોટાપુલ પાસે, પડાવ, દાહોદ આજ રોજ રોજ સવારે આધુનિક સુવિધાથી સજ્જ, સુંદર અને નવનીર્માણ પામેલ શ્રી સંતકૃપા ભવનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ ભવનનું ઉદ્ઘાટન “પ.પૂ .ગો.યુવા વૈષ્ણવાચાર્ય શ્રી ૧૦૮શ્રી વ્રજરાજજી” મહોદયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ૧૦૮ શ્રી “રામસ્નેહીદાસજી” મહારાજ લીમખેડા થી પધારેલ હતા, સાથે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ તથા દાહોદ નગરપાલિકા ના પ્રમુખ અભિષેક ભાઈ મેડા, ઝાલોદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય “મહેશભાઈ ભુરીયા” અને “નરેન્દ્રભાઈ સોની” તેમજ અન્ય અગ્રણી પણ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.
#dahod #sindhuuday