ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
સિંધુ ઉદય
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનો આયોજન રેડ ક્રોસ ભવન દાહોદ ખાતે રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત સોસાયટી ના વાઇસ ચેરમેન ડોક્ટર બી એસ અગ્રવાલે કર્યું હતું પ્રાથમિક સારવાર તાલીમની માહિતી સોસાયટીના ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા એ આપી હતી અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકાએ તાલીમાર્થીઓને આ તાલીમ પૂર્ણ કરી જરૂરતમંદને પ્રાથમિક સારવાર આપી સેવાનો કાર્ય કરવા અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોસાયટીના સહમંત્રી સાબિરભાઈ શેખએ કરી હતી આભાર વિધિ સોસાયટીના માનદ મંત્રી જવાહરભાઈ શાહે કરી હતી આ પ્રસંગ સોસાયટીના બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર એક્ટિવિટી સભ્યો સકીનાબેન સાકીર ,નરેશભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા