ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ ખેડા જિલ્લાના માતર પંથકમાં ત્રાજ અને કોશિયલ ગામમાં છેલ્લા ઘણાં સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગતરાત્રે બન્ને ગામના ગ્રામજનો લીંબાસી વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. માતર તાલુકાના ત્રાજ અને કોશિયલ ગામમાં છશવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા અનેક વાર એમજીવીસીએલ ઓફીસ તથા સબ સ્ટેશન લીંબાસી ખાતે રજૂઆત કરાઈ હતી.રવિવારે રાત્રે ફરીથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં બંન્ને ગામના સરપંચ સહિત ગ્રામજનો લીંબાસી એમજીવીસીએલ ની વિભાગીય કચેરી ખાતે ધસી આવ્યા હતા. જ્યાં હાજર આધિકારીઓને રજૂઆત કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. આ સમયે ગ્રામજનોએ એમજીવીસીએલ હાય હાય ના નાર લગાવ્યા હતા. જોકે છેવટે લીંબાસી પોલીસ એમજીવીસીએલની ઓફિસે દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો.કોશિયલ ગામના સરપંચ અમીબેને જણાવ્યું હતું કે, લાઈટની સમસ્યા છેલ્લા ૩ માસથી છે. દિવસે અને રાત્રે લાઈટો હોતી નથી અમે પરેશાન થઈ ગયા છે. કચેરીમાં ફોન કરીએ તો કોઈ રીસીવ કરતાં નથી.ત્રાજ ગામના શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં છેલ્લા ૩૦ દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિ પેદા થઈ છે. આવા ધાંધિયા વચ્ચે વીજ અધિકારીઓ ફોલ્ટ શોધવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ફોન દ્વારા રજૂઆત ન સાંભળવામાં આવતા આજે અમારે રૂબરૂ આવવું પડ્યું છે. જો અમારી આ વીજ સમસ્યાને વહેલી તકે દુર નહીં કરવામાં આવે તો અમે ગ્રામજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું