જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા દાહોદ રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબિર યોજાઇ.
સિંધુ ઉદય
આજ રોજ દાહોદ ખાતે તારીખ ૨૦.૦૬.૨૩ નાં રોજ જે. કે. ઓર્ગેનાઈઝેશન સંસ્થા નાં જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા સ્વ. શ્રી હરી શંકર સિંઘાનિયાજી ની ૯૦ મી જન્મ જયંતી નિમિત્તે રકતદાન શિબિર નું આયોજન દાહોદ રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જે. કે. લક્ષ્મી સિમેન્ટ ના ડીલર તાહેરી સિમેન્ટ ડેપો, શ્રી ચામુંડા સિમેન્ટ ડેપો સહિત ના વેપારી ભાઈઓ અને બાંધકામ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટર ભાઈઓ એ ખુબ જ સારી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી નાં ચેરમેન ગોપાલભાઈ ધાનકા ત્થા અન્ય હોદેદારો હાજર રહ્યા હતા, અને જે. કે. લક્ષ્મી સિમેન્ટ નાં ટેકનીકલ ઓફિસર નિકુંજભાઈ જાની, તથા સેલ્સ ઓફિસર જતીનભાઈ દ્વવેદી, તથા સેલ્સ વિભાગ નાં વડા વિશ્વાસ હીરપરા સાહેબ નાં માર્ગ દર્શન હેઠળ કાર્યક્ર્મ ને સફળ બનાવવા માં આવ્યો હતો.



