આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નડિયાદ સંતરામ મંદિરના લીમડા વાળા મેદાનમાં યોજાયો .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નડિયાદ સંતરામ મંદિરના લીમડા વાળા મેદાનમાં યોજાયો શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર (સુયોગમ) દ્વારા નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શ્રી સંતરામ મંદિરના લીમડા વાળા મેદાનમાં યોજવામાં આવ્યો. જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી યોગપીઠાધિશ્વર રામદાસજી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર સાહેબ (કબીર સંપ્રદાય), પૂજ્ય મુદિતવદનાનંદજી, સંતરામ મંદિરના સંત શ્રીઓ પૂજ્ય નિર્ગુણદાસજી,પૂજ્ય સત્યદાસજી, પૂજ્ય સર્વેશ્વરદાસજી, પૂજ્ય મોરારીદાસજી, પૂજ્ય હરેશ્વરદાસજી નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને યોગ કાર્યક્રમને શુભારંભ કરાવેલ. સુયોગમ પ્રશિક્ષક ચાંદનીબેન અને પંકેશભાઈ તેમજ સુયોગમ સાધકો દ્વારા યોગાસનો, પ્રાણાયામો અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો. કાર્યક્રમના અંતે પૂજ્ય સંતશ્રી નિર્ગુણદાસજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ યોગ દિનના યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં વિદ્યાલયના બાળકો, બ્રહ્મર્ષિ સંસ્કારધામના ઋષિ કુમારો અને યોગસાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.