દાહોદ જિલ્લા બે દુર્ઘટનામાં પાંચ વર્ષે બાળકી સહીત બે ના મોત નીપજ્યા.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં હીટ એન્ડ રનની જુદી જુદી જગ્યાએ બનેલી બે દુર્ઘટનામાં પાંચ વર્ષીય બાળકી સહીત કુલ બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લામાં બનેલી હીટ એન્ડ રનની બે દુર્ઘટના પૈક એક દુર્ઘટના ગઈકાલે બપોરના સવા બે વાગ્યાના સુમારે લીમખેડાના પાણીયા ગામે હાઈવે રોડ પર બનવા પામી હતી જેમાં એક ટ્રક ચાલક તેના કબજાની જીજે-૧૪ એક્સ-૪૭૭૨ નંબરની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી આગળ જઈ રહેલી લીમખેડાના માન્લી ગામના ઉચવાસ ફળિયાના પ્રવીણભાઈ નાયકની જીજે-૨૦ એ.જે-૧૦૭૩ નંબરની મોટર સાયકલને પાછળથી જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની ટ્રક સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો જ્યારે પ્રવીણભાઈ તથા રમીલાબેન તેમજ અલ્કેશભાઈ રતનસીંગ નાયકની પાંચ વર્ષીય દીકરી મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં ત્રણેને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થતાં ૫ વર્ષીય લક્ષ્મીબેન નાયકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ તથા રમીલાબેનને સારવાર માટે ૧૦૮ મારફતે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે લીમખેડાના માન્લી ગામે ઉચવાસ ફળિયામાં રહેતા રતનસીંગ બુધીયાભાઈ નાયકે લીમખેડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ટ્રક ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે જિલ્લામાં હીટ એન્ડ રનની બીજી દુર્ઘટના ધાનપુર તાલુકાના ભોરવા ગામે ગતરાતે પોણા દશ વાગ્યાના સુમારે બનવા પામી હતી જેમાં દેવગઢ બારીઆ નગરના રાણીવાવ ફળીયામાં રહેતા હાર્દીકભાઈ નટવરલાલ ઝાલા તેના કબજાની જીજે-૨૦ એ.એ-૧૮૬૩ નંબરમની બજાજ ડીસ્કવર મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ ભોરવા ગામે વળાંકમાં આવતા મોટર સાયકલની વધુ પડતી ઝડપ હોવાને કારણે ચાલક હાર્દીકભાઈ ઝાલાએ મોટર સાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ રોડની સાઈડમાં ઉતરી સુકા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલક હાર્દિકભાઈ નટવરલાલ ઝાલાને શરીરે તથા માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે દેવગઢ બારીઆ ના રાણી વાવ ફળિયામાં રહેતા મોસમકુમાર બાબુભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલિસે મરણજનાર હાર્દીકભાઈ નટવરલાલ ઝાલા વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.