ઝાલોદ મુવાડા મંદીર ફળિયામાં પોતાની પત્ની સાથે સાસરીમાં આવેલ યુવકને ઝાલોદ મુવાડાના યુવકે તેની છોકરી ભગાડી લઈ જવાના મામલે મારી મોતને ઘાટ ઉતારી નાંખતાં ચકચાર મચી
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના ઝાલોદ મુવાડા મંદીર ફળિયામાં પોતાની પત્ની સાથે સાસરીમાં આવેલ ૩૫ વર્ષીય યુવકને ઝાલોદ મુવાડાના યુવકે તેની છોકરી ભગાડી લઈ જવાના મામલે મારી નાંખવાના ઈરાદે પેટના ભાગે તથા ગુપ્ત ભાગે લાતો મારી મોતને ઘાટ ઉતારી નાંખતાં ચકચાર મચી જવા પામી છે.ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેડા ફવિયામાં રહેતા ૩૫ વર્ષીય અરવીંદભાઈ ચંદુભાઈ ડામોર ગઈકાલે તેની પત્ની વિનુબેન ઉર્ફે ભુરીબેનને સાથે લઈ ઝાલોદ મુવાડા, મંદીર ફળિયા ખાતેની પોતાની સાસરીમાં મહેમાનગતી માણવા આવ્યા હતા તે વખતે ઝાલોદ મુવાડા મંદીર ફળિયામાં રહેતો આશીષભાઈ નાથાભાઈ વસૈયા, અરવીંદભાઈ ડામોરની સાસરીમાં આવી ઘરમાં પ્રવેશી અરવીંદભાઈને ગાળો બોલી તારો સાળો ગોપાલ અમારી છોકરી સેજલને લઈ ગયેલ તેનો નિકાલ કેમ કરતો નથી, આજે તો તેને જીવતો છોડવાનો નથી, મારી નાંખવાનો છે, તેમ કહી મારી નાંખવાના ઈરાદે અરવીંદભાઈ ચંદુભાઈ ડામોરને પેટના ભાગે તથા ગુપ્ત ભાગે લાતો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ સંબંધે મરણ જનાર અરવીંદભાઈ ડામોરની વિધવા પત્ની વિનુબેન ઉર્ફે ભુરીબેન અરવીંદભાઈ ડામોરે ઝાલોદ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે ઈપિકો કલમ ૩૦૨, ૩૨૩, ૪૫૨, ૫૦૪ મુજબનો ગુનો નોંધી ઝાલોદ મુવાડા મંદિર ફળિયાના આશિષભાઈ નાથાભાઈ વસૈયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.