પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપતા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ.
નરેશ ગનવાણી
પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપતા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ
કપડવંજના ભુતીયા ગામની દિકરી પર વડોદરાના સાસરીયાઓએ ત્રાસ આપી દહેજ બાબતે દબાણ કરતાં હતાં પતિ ટ્રાફિક પોલીસમા કોન્સ્ટેબલ તો સસરા નિવૃત્ત હથિયારી પીઆઈ જ્યારે દિયર પોલીસ ખાતામાં છે. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્નીને જીવતી સળગાવી દેવાની ધમકી આપતાં પીડીતાએ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કપડવંજ તાલુકાના ભુતિયા ગામની ૩૪ વર્ષિય યુવતીના લગ્ન ૧૩ વર્ષ પહેલાં જ્ઞાતીના રીતી રીવાજ મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જાંબુડી ગામે રહેતા યુવાન સાથે થયા હતા. પતિ વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તો સસરા નિવૃત્ત હથિયારી પીઆઈ, જ્યારે દિયર બાયડ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. પરીણીતા લગ્ન બાદ વડોદર ખાતે સંયુક્ત પરિવારમાં રહેતી લગ્નના છ માસ બાદ સાસરીયાઓએ ઘરના કામકાજ બાબતે બોલાચાલી કરતા અને અવારનાવર હેરાન પરેશાન કરતા હતા. પરિણીતા મુંગા મોઢે સહન કરતી હતી. પતિ પોતાની પત્નીને સાસુ સસરા અને દિયરની ચઢામણીથી પત્નીને મારઝુડ પણ કરતા હતા. તેથી યુવતીએ પોતાના પિયરમાં વાત કરી હતી. આ વચ્ચે પીડીતાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. જેમાં એક ૫ વર્ષનો તો એક ૧૨ વર્ષનો છે. પતિ અવારનવાર કહેતો કે તારા પિતા પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા છે અને સરકારમાંથી પૈસા મળેલ છે તો તુ પૈસા લઈ આવ મારે કાર લાવી છે.અને જો તું પૈસા નહી લાવે તો હું તને કાઢી મૂકીશને હવેથી હું હેરાન કરીશ. ત્યારબાદ પીડીતા પોતાના મુળ ગામે સાસરીમાં આવતાં સાસરીના ત્રાસ બાબતે કુટુંબના વડીલને કરી પણ. વડીલે પણ સાસરીની તરફેણમાં હતા . ૧ જુન ૨૦૨૩ના રોજ તેના પતિ કહ્યું કે મારે મોટરસાયકલ લાવવી છે તો તુ તારા પિતાના ઘરેથી રૂપિયા લઈ આવ, જોકે આ માગણી પીડીતાએ ન સંતોષતા પતિ ઉશ્કેરાઈ ગયો અને ઊંચા અવાજે બોલવા લાગ્યો હતો. અને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પીડીતા પોતાના માવતરના ઘરે આવી ગઈ હતી તે પછી મારા પિયર પક્ષના માણસોએ નિરાકરણ લાવવાની કોશિશ કરી પણ સાસરીના લોકો માન્યા નહોતા અને પરીણીતાને સાસરીમા લઈ જવા માટે સહમત ન થતાં અંતે પરીણીતાએ કપડવંજ રૂરલ પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા, દિયર અને કૌટુંબિક વડિલ એમ કુલ ૫ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.