કપડવંજમાં પુરસ્કારની લાલચ આપી ગઠિયાએ રૂપિયા ૨૦ હજાર પડાવી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
કપડવંજમાં પુરસ્કારની લાલચ આપી ગઠિયાએ રૂપિયા ૨૦ હજાર પડાવી લીધા કપડવંજના ગરોડમાં રહેતા દિપક રાઠોડ ખાનગી કંપનીમાં નોકરીની સાથે વન વિભાગના વાઈલ્ડ લાઈફમાં તાલુકા ફોરેસ્ટ વોર્ડન તરીકેની સેવા આપે છે. તા. ૫ જૂનના રોજ તેના કાકાના દિકરા ચીન્ટુને અજાણ્યા શખ્સોએ ફોન કરી માનવ અધિકારી પંચ દિલ્હીથી બોલું છું તેમ કહી નેશનલ પુરસ્કાર માટે કોઈ સંસ્થા કે સ્કૂલમાં સેવા આપતા હોય તેવા લોકો જણાવવા કહ્યુ હતુ.જેથી તેને દિપકનો નંબર આપ્યો હતો. આ શખ્સોએ દિપક સાથે વાત કરી પુરસ્કાર માટે જરૂરી કાગળો વોટસએપ પર મંગાવ્યા હતા. જેથી સન્માનની લાલચે દિપકે કાગળો અને રૂ ૨૦ હજાર ડિપોઝિટ પેટે ભર્યા હતાં. સમય વિતવા છતાં કોઇ ફોન ન આવતા છેતરપિંડી થઇ હોવાનું ખબર પડતાં આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે.