ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી રોડ નાના બોરીદામાં મોટરસાયકલ અકસ્માતમાં બેના મોત : એક ગંભીર

યાસીન મોઢીયા / સાગર પ્રજાપતિ
નાનીઢઢેલી વાસ્તા પૂજનમાંથી પરત ઘરે આવતા મકવાણાના વરુણા ગામના ત્રણ યુવાનોને અકસ્માત નડયો હતો.
સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકામાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન અકસ્માતો નોતરી રહ્યા છે.જેમાં વધુ એક બનાવ ગત રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં નાનીઢઢેલી ગામે સંબંધીને ત્યાં વાસ્તા પૂજનમાં જઇ મોટરસાયકલ ઉપર પરત ફરતાં મકવાણાના વરુણા ગામના ત્રણ કુટુંબી ભાઈઓને નાનીઢઢેલી માર્ગ ઉપર નાનાબોરીદા ગામે મોટરસાયકલ ચાલકે તેના કબજાની ગાડી ઉપરથી કાબૂ ગુમાવતા મોટરસાયકલ વૃક્ષ સાથે અથડાતા ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચવા પામી હતી.જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બે યુવાનોને સારવાર અર્થે મોડાસા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં એક યુવાનનું મોત નિપજયું હોવાનું જ્યારે એક યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામના કાળુભાઈ મલાભાઇ પરમાર,સુરેશ ભાઈ કાંન્તુભાઈ પરમાર તથા નરેશભાઈ ગલાભાઈ પરમારના ઓ ગતરોજ કાળુભાઈની મોટરસાયકલ નંબર જીજે-૨૦.એસી.૨૩૨૪ લઈ નાનીઢઢેલી ગામે ચાંદલા વિધિમાં ગયેલ હતા.જ્યાંથી પરત ફરતા રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ઢઢેલી રોડ નાનાબોરીદા ગામે મંદિર પાસે વળાંકમાં કાળુભાઈ પરમારે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબૂ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે મોટરસાયકલ જોશભેર ટકરાઈ હતી. જેમાં કાળુભાઈ,સુરેશભાઈ તથા નરેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.તેમાં સુરેશભાઈ કાંન્તુભાઈ પરમાર નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.જ્યારે કાળુભાઈ મલાભાઇ પરમાર તથા નરેશભાઈ પરમારને સંતરામપુર બાદ લુણાવાડા અને ત્યાંથી વધુ સારવાર માટે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા કાળુભાઇ પરમારનું પરમારનું મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે નરેશભાઈ પરમાર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે કાંતુ ભાઈ ધનાભાઈ પરમારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મોટરસાયકલ ચાલક મૃતક કાળુભાઈ મલાભાઇ પરમારની વિરુદ્ધમાં અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
#dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!