લીમડી પોલીસ સ્ટેશનમાં બકરી ઇદના સંદર્ભમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
પંકજ પંડિત
લીમડી પોલીસ સ્ટેશનમાં બકરી ઇદના સંદર્ભમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને લીમડી પોસ્ટે ખાતે પણ.એસ.આઇ એમ.એફ.ડામોરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ લેવામાં આવેલ હતી જેમાં લીમડી વિસ્તારના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, આયોજકો, વેપારીઓ મિટિંગમાં હાજર રહેલ. તમામને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે સહકાર આપવા સૂચન કરવામાં આવ્યું. તહેવાર શાંતિપૂર્ણ યોજાય તે સારું પોલીસને સંપૂર્ણ સાથ સહકાર આપવા તમામે ખાત્રી આપેલ હતી.


