ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર શ્રી ને આપેલ આવેદનપત્ર.
શબ્બીરભાઈ સુનેલવાલા
ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર શ્રી ને આપેલ આવેદનપત્ર આદિવાસી સમાજની ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસી આપવા માટે આપેલ આવેદનપત્ર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરી મામલતદાર શ્રી આર પી ડીડોર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકા સંયોજક મેહુલ કુમાર તાવિયાડ ની આગેવાની હેઠળ આદિવાસી સમાજની ચાર વર્ષની દીકરી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવા માટે આવેદનપત્ર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતો. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજની દીકરી ઉપર દુષ્કર્મ કરનાર નરાધમ ને ફાંસીની સજા અને પલસાણા ના બલેશ્વર ખાતે આવેલ સંસ્કાર વિદ્યા સંકુલન ખાતે જી. એન એમ નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રા સોનલબેન ચૌધરી રહસ્યમય મોત હત્યાની તપાસ કરી ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ગુનેગારોને ફાંસીની ની સજા આપવામાં આવે . નહીં તો આદિવાસી સમાજ સાથે આવા વારંવાર તથા અન્યની સામે આદિવાસી સમાજ આગામી દિવસોમાં આકસ્મિક કાર્યક્રમ આપશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી કરતા તંત્રની રહેશે ની ચીમકી ઉચ્ચારવામા આવેલ છે