દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક હોસ્ટેલમાં અંદાજે ૩૪ જેટલા બાળકોની ફુડ પોઈઝનીંગ.

પથિક સુતરીયા દે. બારીયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક હોસ્ટેલમાં અંદાજે ૩૪ જેટલા બાળકોની ફુડ પોઈઝનીંગના કારણે ઝાડા, ઉલ્ટી થતાં તમામ બાળકોને નજીક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવમાં આવ્યાં હતાં. સદ્‌નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે ફુડ પોઈઝનીંગની અસર ક્યાં કારણોસર થઈ તે હાલ જાણી શકાયું નથી પરંતુ બાળકોએ બહાર બજારમાંથી કંઈક ખાઈને આવ્યાં હોવાથી આ ફુંડ પોઈઝનીંગની અસર થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા મથકે આવેલ રમત ગતમ સંકુલ ખાતે આવેલ એકેડમી તેમજ ડીએલએફએસની હોસ્ટેલ આવેલી છે જેમાં ૩૦૦થી વધુ બાળકો આ હોસ્ટેલમાં રહે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના રમતવીરો તેઓને અહીંયા રહે છે અને ભણે પણ છે અને રમત ગમતની પ્રેક્ટી કરતાં હોય છે ત્યારે ગતરોજ રવિવારના રોજ રાત્રીના સમયે સમયે હોસ્ટેલના બાળકો જમી પરવારી સુતા હતા ત્યારે ૧૦ જેટલા બાળકોને ઝાડા, ઉલ્ટી થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને સવારે પણ અન્ય બાળકોને પણ ઝાડા, ઉલ્ટી થતાં તેઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. કુલ ૩૪ જેટલા બાળકોને ફુડ પોઈઝનીંગની અસર થતાં તમામને સારવાર માટે તાત્કાલિક ધોરણે બાળકોના કોચ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે આ બાળકો પૈકી જેમની હાલત નાજુક જણાતી હતી તેઓને ર્ડાક્ટરોની દેખરેખ હેઠળ સતત રાખવામાં આવ્યાં હતાં ત્યારે બાળકોની તબીયત સુધારામાં આવતાં તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.જાણવા મળ્યાં અનુસાર, રવિવારનો દિવસ હોઈ અને આ બાળકો રજાના દિવસે બહાર કંઈક ખાધુ હોવાને કારણે ફુડ પોઈઝનીંગની અસર હોવાનું કહેવાઈ રહ્યું છે કારણ કે, આ હોસ્ટેલમાં અન્ય પણ બાળકો રહે છે અગર જાે હોસ્ટેલના જમવામાં કંઈક ખામી હોત તો અન્ય બાળકોની પણ તબીયત લથડતી અને હોસ્ટેલનું જમવાનું હોસ્ટેલના તમામ બાળકોએ ખાધુ હતું પરંતુ ૩૪ જેટલા બાળકોને ફુડ પોઈઝનીંગની અસર થતાં ક્યાંકને ક્યાંક બાળકો બજારમાં જમ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ સુધી બાળકોની તબીયત ક્યાં કારણોસર લથડી તેનું સાચુ કારણ જાણી શકાયુ નથી પરંતુ આ મામલે અનેક તર્ક વિતર્કાે થઈ રહ્યાં છે. બાળકોની સાથે આવેલ ફિઝયોથેરાપીને પુછતા તેઓ આ બનાવ અંગે કંઇ પણ બોલવા તૈયાર ન હતા. હોસ્ટેલના કર્મીઓ દ્વારા આ બનાવને ક્યાંક ઢાક પીછોડ કરતા હોઈ તેમ જાેવા મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!