મહેમદાવાદના અરેરી પાસે પીકઅપ ડાલુ ઝાડ સાથે ટકરાતાં ઉથલી પડ્યુ,અકસ્માત  નડતાં ચાલક ફરાર થઇ ગયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદના અરેરી પાસે પીકઅપ ડાલુ ઝાડ સાથે ટકરાતાં ઉથલી પડ્યુ,અકસ્માત  નડતાં ચાલક ફરાર થઇ ગયો મહેમદાવાદ મહુધા રોડ પરના અરેરી ગામ પાસે પસાર થતાં પશુ ભરેલા  પીકઅપ ડાલુ ઝાડ સાથે ટકરાતાં ઉથલી પડ્યુ હતુ. અકસ્માત નડતાં ચાલક ફરાર થઇ ગયો.આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના અરેરીથી મહુધા રોડ પરથી ગઇ કાલે મોડીસાંજે પસાર થઈ રહેલ પીકઅપ ડાલું  પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં સાઈડમાં ઝાડ સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગયું હતું. ચાલક પોતાનું વાહન તેમજ તેમાં ભરેલ પશુઓ સ્થળ પર મુકીને જ નાસી ગયો હતો. આ અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતાં  અને  ડાલામાં બાંધેલ ત્રણ ભેંસો અને એક પાડાને છોડી, સુરક્ષિત ઠેકાણે મોકલી આપ્યાં હતાં. આ મામલે મહેમદાવાદ પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: