સરહદ પર સુરક્ષાકર્મીઓનું સૌજન્ય ઇદ નિમિત્તે BSFએ પાકિસ્તાની જવાનો સાથે મીઠાઈની આપ-લે સાથે શુભેચ્છા પાઠવી

સિંધુ ઉદય

સરહદ પર સુરક્ષાકર્મીઓનું સૌજન્ય: ઇદ નિમિત્તે BSFએ પાકિસ્તાની જવાનો સાથે મીઠાઈની આપ-લે સાથે શુભેચ્છા પાઠવી ગઈકાલ તા. 29 જૂન 2023ના રોજ ઈદ ઉલ ઝુહા (બકરી ઈદ)ના અવસરે, BSFએ ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાન મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી.ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બકરી ઈદ એ મોટા ઇસ્લામિક તહેવારો પૈકી એક છે અને ભારતભરના મુસ્લિમો તેની ઉજવણી કરતા હોય છે ત્યારે સરહદ પર પણ દેશના દરેક તહેવારની જેમ આ તહેવાર નિમિતે પણ ભારતીય સુરક્ષા દળના જવાનોએ સૌજન્ય દાખવ્યું હતું.ગુજરાતમાં સિરક્રીક અને જી પિલર લાઇન પર તદઉપરાંત રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, વર્ણહાર, કેલનોર અને સોમરાર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદો પર પાકિસ્તાની રેંજર્સ અને મરીન્સના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે મીઠાઈની આપ-લે અચૂક કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: