મહીસાગર શિક્ષણ જગતને લજવતો બનાવ,પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ નશામાં ધૂત મળી આવ્યો.
સંજય જેસવાલ
મહીસાગર શિક્ષણ જગતને લજવતો બનાવ,પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ નશામાં ધૂત મળી આવ્યો પોલીસે દારૂડિયા શિક્ષક સામેફરિયાદ નોંધી મેડીકલ ચેકઅપની તજવિજ હાથ ધરી,, શિક્ષણજગત ને લજવતો કિસ્સો મહીસાગર જિલ્લામાં થી બહાર આવ્યા છે, જ્યાં એક શાળા ના ગુરુ ગેનમાં ઝડપાયા છે, શિક્ષક કે જેબાળકોના જીવનનુ ધડતર કરેછે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે પરંતુ કેટલાક શિક્ષકો એવા પણ હોય છે, કેજે શિક્ષણ જગતને લજવે છે, આવો એક બનાવ મહીસાગરના કડાણા તાલુકામાં બન્યો છે જ્યાં કડાણા તાલુકાની વાછલવાડાપ્રાથમિક શાળાના આચાર્ય દારૂના નશામાં ધૂત ઝડપાયો મહીસાગર. જિલ્લાના પ્રાથમિક શિક્ષણા અધિકારીઅવનીબા મોરી આજે જિલ્લાની અલગ-અલગ શાળાઓ માં આકસ્મિક તપાસ અથૅ નિકળ્યા હતાજ્યાં કડાણા તાલુકાના વાછલવાડા પ્રાથમિક શાળા પહોંચતાં શાળાના આચાર્યસરદાર માલીવાડને સવાલ પૂછ્યા હતો અને જરૂરી દસ્તાવેજે માંગ્યા હતા, ત્યારેઆચાર્યની આંખ લાલ ચોળહતી અને તે ધ્રુજતા હતા,જે ને લઈ શિક્ષણાઅધિકારને શંકા જતાં તેને લઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાહતાં જ્યાં ડિટવાસ પોલીસ મથકે આ દારૂડિયા શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, તેમજ તેનુ મેડીકલ ચેકઅપ કરવાની તજવીજ પણ હાથ ધરાઇ છે,




