ગરબાડાના ગુલબારની પ્રસુતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પરિવારમાં ખુશીનો માહોલ.
વનરાજ ભુરીયા
ગરબાડાના ગુલબારની પ્રસુતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પરિવારમાં ખુશીનો માહોલ.26 વર્ષીય યુવતીના લગ્નેતર સંબંધમાં પાંચ વર્ષે પારણું બંધાયું:માતા અને બાળકો સ્વસ્થ.ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પુજારા ફળિયા માં રહેતા ગુલાબભાઈ પુંજાભાઈ મડોડ ની પત્ની નંદાબેન ગુલાબભાઈ મંડોડ ને દાહોદ ઉમા હોસ્પિટલ ખાતે ત્રણ બાળકોને જન્મ આપ્યો. મળતી વિગતો અનુસાર નંદાબેન ગુલાબભાઈ મંડોડ પ્રસુતિનો નવમો મહિનો ચાલી રહ્યો હતો તે દરમિયાન તેમને પેટમાં દુખાવો થતાં તેમને દાહોદની ઉમા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરી નંદાબેનને સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં નંદાબેને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો જેમાં બે છોકરી અને એક છોકરો હોવાનું જાણવા મળ્યું હતું.ત્રણે બાળકો તંદુરસ્ત જન્મતાં પરીવાર માં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.