ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરન કરાયું.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ જીલ્લાના ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યું
.દાહોદ જિલ્લાનાં ઝાલોદ શહેરમાં આવેલી વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચીયુલ ટ્રસ્ટનાં દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય પર જરૂરિયાત મંદોને ભાવથી રેઇન કોટનું વિતરણ કર્યું હતું.વસંત મસાલા ભંડારી પરિવાર દ્વારા અવાર નવાર જરૂરિયાત મંદો લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ ઓ આપતા રહે છે. આ રીતે આજ રોજ સારી માત્રામાં મહિલાઓ અને પુરુષ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં હાજર રહ્યા હતાં અને શાંત વાતાવરણમાં રેઇન કોટ વિતરણનું કાર્યક્રમ યોજાયો હતો અને સાથે ચા- નાસ્તાનું tara દીદી દ્વારા વ્યવસ્થા પણ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા રાખવામાં આવી હતી અને દીદી દ્વારા જીવનમાં સાચી સુખ શાંતી કેવી રીતે મળે, એકાગ્રતા કઈ રીતે વધે તેના પર સરસ પ્રવચનો પણ આપવામાં આવ્યા હતાં.