દાહોદની ૪૩ વર્ષીય પરિણીત યુવતીએ ન્યાય માટે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા.
નીલ ડોડીયાર
દાહોદ તા.૦૩
પતિ તેમજ સાસરીયાઓ દ્વારા હોસ્પિટલ બનાવવા માટે બાપને ત્યાથી દહેજમાં રૂપિયા લઈ આવવા દબાણ કરી તથા બદચલન હોવાનો આક્ષેપ મુકી ઘરમાં રાખવાની નથી કહી ગુજારાતા શારિરીક અને માનસિક ત્રાસથી વાજ આવેલ દાહોદની ૪૩ વર્ષીય પરિણીત યુવતીએ ન્યાય માટે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળેલ છે.
ગત તા. ૬ જુન ર૦ર૩ના રોજ અને તે પહેલા પણ દાહોદ મંડાવાવ રોડ, ગોવિંદનગરની શક્તિનગર સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય હર્ષાબેન નરેન્દ્રસિંહ હાડાને તેના પતિ નરેન્દ્રસિંહ હાડા, સસરા સાહેબસિંહ હાડા, દિયર મહેન્દ્રસિંહ સાહેબસિંહ હાડા, નંદુબેન સાહેબસિંહ હાડા વિગેરેએ ભેગા મળી હર્ષાબેનને તેના પતિ નરેન્દ્રસિંહ માટે હોસ્પીટલ બનાવવા માટે દહેજના રૂપિયા બાપના ત્યાંથી લઈ આવવા દબાણ કરી, તુ ખરાબ ચાલની છે અને તને ઘરમાં રાખવાની નથી, તેમ કહી અવાર નવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ૪૩ વર્ષીય પરણિતા હર્ષાબેન નરેન્દ્રસિંહ હાડા એ દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.