વરસાદના કારણે દીવાલ ધરાશય થતાં ચાર લોકો દટાય.
વરસાદના કારણે દીવાલ ધરાશય થતાં ચાર લોકો દટાયા હતા, ચારમાંથી બે લોકોની હાલત ગંભીર માતરના વરસેલામા વરસાદના કારણે અસામલી ગામે દીવાલ ધરાશયી થવાનો બનાવ સામે આવ્યો છે.
દીવાલ ધરાશય થતાં ચાર લોકો દટાયા હતા. ચારમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.જ્યારે બેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ખેડાના માતર તાલુકાના અસામલી ગામે ભારે વરસાદમાં મકાનની દીવાલ થઈ ધરાશયી થવાનો બનાવ બન્યો છે. કાચામાટી વાળું મકાન હોવાથી દીવાલ ધરાશાઈ થઈ હતી. પરિવાર સુઈ રહ્યો હતો દરમિયાન ચાર લોકો પર દીવાલ ધરાશયી થઇ હતી. આ દિવાલના કાટમાળમા ત્રીજોરી, પલંગ સહિતના ઘરનો સર સામને નુકસાન થયું છે. દિવાલ નીચે દટાયેલા પરિવારના ચારમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશયની જાણ થતાં માતરના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, ટીડીઓ પીએસઆઇ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે પોહચી મુલાકાત લીધી હતી.