નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ મા પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતા નેપુરસ્કાર અર્પણ કરાયા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ મા પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતા નેપુરસ્કાર અર્પણ કરાયા. સંસ્કૃત વિષય ઉપર સરકાર દ્વારા વિશિષ્ટ ભાર મુકાયો છે. ત્યારે સંસ્કૃત વિષયમાં ઋષિ કુમારો નવીન પુસ્તકો લખે , સંશોધનો કરે આ ઉપરાંત રાજ્યની સંસ્કૃતિ વિદ્યાલયોમાં અભ્યાસ કરાવતા પંડિતો સતત સંસ્કૃતમાં ઋષિ કુમારોને શીખવવા માટે વિશેષ શોધ ખોળો કરે તે હેતુથી રાજ્યકક્ષાએ સંસ્કૃત સાહિત્ય અકાદમી ચાલે છે. આ અકાદમી દ્વારા વિવિધ વિષયોમાં પુરસ્કાર આપવામાં આવે છે. તાજેતરમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત વિષયમાં લેખન અને પંડિત પુરસ્કાર બે પ્રકારના પુરસ્કાર ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ પદ્મશ્રી પૂ. ડાહ્યાભાઈ શાસ્ત્રી સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ મા પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતા ને ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રી મુળુભાઈ બેરા અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાગ્યશભાઇને હસ્તે તાજેતરમાં બે પુરસ્કાર અર્પણ કરાયા. ડોક્ટર અમૃતલાલ ને લેખનમાં ત્રણ કેટેગરીમાં શિશુપાલ વધની ટીકા પુસ્તક અંતર્ગત ૨૦૧૯ માં અને ૨૦૨૧ માં રાજ્યકક્ષાએ પ્રથમ તેમજ પંડિત પુરસ્કાર ૨૦૨૩ નો અર્પણ કરાયો. પંડિત પુરસ્કારમાં ૫૦ હજાર નો ચેક ટ્રોફી અને પ્રમાણપત્ર તથા લેખનમાં ૧૧ હજાર નો ચેક ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્કૃત પાઠશાળા માટે સંસ્કૃતમાં ઉત્તમ આદાન-પ્રદાન નવીન શોધખોળો લેખન અંતર્ગત ૨૦૧૬ માં થાઈલેન્ડમાં યોજાયેલ વિશ્વ કક્ષાની સંસ્કૃત કોન્ફરન્સમાં તે વખતના કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. જ્યાં તેમને કાવ્યપઠનમાં શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આમ ડોક્ટર અમૃતલાલે નડિયાદ ,ખેડા જિલ્લા નામ રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ગૌરવ વધારવા બદલ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે અભિવાદન કાર્યક્રમ ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.