કતવારા પોલીસે બોરડી ગામની રેલવેફાટકઉપરથી ઓટોરિક્ષામાં ભરીને લઈ જવાતો ₹77,744 ના મુદ્દામાલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
જયેશ ગારી કતવારા
કતવારા પોલીસે બોરડી ગામની રેલવે ફાટક ઉપરથી ઓટોરિક્ષામાં ભરીને લઈ જવાતો ₹77,744 ના મુદ્દામાલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
તારીખ 7 7 2023 ના રોજ કતવારા પોલીસ પેટ્રોલિંગમાં તેના વિસ્તારમાં હતી તે દરમિયાન તે બોરડી ઇનામી ગામે પેટ્રોલિંગ માટે જતા તેઓને બાતમી મળી હતી કે ઓટો રિક્ષામાં વિદેશી દારૂ ભરીને દાહોદ તરફ જઈ રહ્યા છે તેવી બાતમીના આધારે બોરડી ગામની રેલવે ફાટક ઉપર કતવારા પોલીસ વોચ ગોઠવી ઉભી હતી ત્યારે બાતમી વાળી ઓટો રીક્ષા આવતા તેને પોલીસે ઉભી રખાવતા જેમાં પાછળની સીટ ઉપર બે મહિલાઓ બેઠી હતી અને તેમના થેલાઓમાં પોલીસે તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને તેમના નામ પૂછતા સુશીલાબેન નરેશભાઈ બામણીયા રહેવાસી નગરાલા પરમાર ફળિયું દાહોદની હોવાનું જણાવ્યું હતું અને બીજી મહિલા જેનું નામ શારદાબેન નરેશભાઈ બામણીયા રહેવાસી નગરાલા પરમાર ફળિયું દાહોદની હોવાનું જણાવ્યું હતું ત્યારે ઓટો રીક્ષાનો ચાલક જેનું નામ નૈનેશ મકનાભાઇ કતીજા રહેવાસી કતીજા ફળિયું ડુંગરા પુરા ગામ દાહોદનો હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેમના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 240 નંગ ઝડપી પાડી હતી જેની કિંમત 27,744 નો વિદેશી દારૂ અને દારૂની હેરફેરમાં લીધેલી ઓટોરિક્ષા જેની કિંમત 50,000 રૂપિયા મળી કુલ 77,744 રૂપિયાના વિદેશી દારૂ સાથે ત્રણ લોકોની કતવારા પોલીસે અટકાયત કરી તે તમામ લોકો સામે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

