સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે જમીન સંબંધી મામલે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ.
દાહોદ તા.૦૯ રમેશ પટેલ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે જમીન સંબંધી મામેલ ત્રણ જેટલા ઈસમોએ એકને લાકડી વડે માર મારી તેમજ ઘર પર પથ્થર મારો કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનુ જાણવા મળે છે.
ગત તા.૦૮મી જુલાઈના રોજ પોતાના ગામમાં રહેતાં રૂપાભાઈ સડીયાભાઈ બારીયા, અનીલભાઈ રૂપાભાઈ બારીયા, મુળાભાઈ સુરસીંગભાઈ બારીયાનાઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં લાકડીઓ લઈ દોડી આવી ગામમાં રહેતાં માનસીંગભાઈ ભુરાભાઈ ગરાસીયાના ઘરે આવી પહોંચ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીનમાંથી તમો ખસી જાવ, આ જમીન હવે અમો ખેડીશું, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને માનસીંગભાઈને ખભાના ભાગે લાકડીના ફટકા મારી તેમજ પથ્થર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ઘર પર પથ્થર મારો કરી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવી ઉપરોક્ત ત્રણેય ઈસમો નાસી ગયાં હતાં.આ સંબંધે રણધીકપુર પોલીસે ગુનો નોંધી આગળની કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

