પીજરોડ પર આવેલ કેનાલમાંથી કોઈ અજાણી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી આવી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પીજરોડ પર આવેલ કેનાલમાંથી કોઈ અજાણી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી આવી નડિયાદ પીજરોડ પર આવેલ કેનાલમાંથી શનિવારે સાંજે કોઈ અજાણી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા પોલીસે લાશને પાણીમાંથી બહાર કઢાવી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. આ સંદર્ભે નડિયાદ શહેર પશ્ચિમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ પીજરોડ પરથી કેનાલ ડભાણ તરફ પસાર થતી રેલવે ગરનાળા પાસેથી શનિવારે સાંજે કોઈ અજાણી મહિલાની લાશ પાણીમાં તરતી હોવાની માહિતી શહેર પશ્ચિમ પોલીસને મળી હતી. જે સંદર્ભે પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેનાલના પાણીમાંથી મૃતક મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાએ કોઈ અગમ્ય કારણસર પાણીમાં ઝંપલાવી જિંદગીનો અંત આણયો છે કે કોઈ અજાણ્યા ઇસમે તેની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને કેનાલમાં ફેંકી દીધી છે? તે અંગે પોલીસે સધન તપાસ હાથ ધરી છે.