ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે  અથડાતા અકસ્માત સર્જાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે  અથડાતા અકસ્માત સર્જાયો, એકનું મોત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના સુંઢા વણસોલ ગામની સીમમાં શનિવારે રાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં  આગળ જતાં બીજા ટેમ્પાને ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ઓવરટેક કરવા જતા ટેમ્પાના ચાલકનું બનાવના સ્થળે મોત નિપજયુ હતુ. સાબરકાંઠા જિલ્લાના વક્તાપૂરમાં રહેતા પ્રતાપસિંહ ઝાલા તેના ટેમ્પામાં એલ્યુમિનિયમના તપેલા ભરી વલસાડ ખાલી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના વણસોલ સુંઢા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા.તે દરમિયાન પાછળ આવતા એક અન્ય ટેમ્પો ચાલકે પ્રતાપસિંહના ટેમ્પાને ઓવરટેક કરવા જતા ટેમ્પાના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા ટેમ્પો ચાલકને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયુ હતુ. ત્યારબાદ મૃત દેહને પીએમ માટે સરકારી દવાખાને મોકલાયો  હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: