નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે  અકસ્માત સર્જાતાં બે મોત.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે  અકસ્માત સર્જાતાં બે મોત

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી. કાર અને એસટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુવળી ગયું છે. જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી. નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર  મંગળવારે સવારે અહીંયા કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, જ્યારે એસટી બસ  રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં ઉતરી ગઇ હતી. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં  નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની ૧૦૮ની પાચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સંદર્ભે તપાસ કરનાર પોલીસ અધિકારી પી.જી.પરમારે જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે. જેમાં મરણજનાર જઈદઅલી સૈયદ અને બીજો તેનો મિત્ર સમીર જે બંને સાસણગીરના રહેવાસી છે. આજે તેઓ અમદાવાદથી દાહોદ જતાં હતા આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. આ કારમાંથી ‘MLA GUJARAT’ લખેલી નેમ પ્લેટ મળી છે. જે આઇડેન્ટી ફાઈ કરવામાં પોલીસ લાગી છે. હાલ સુધીની તપાસમાં આ બંન્નેના  કોઈ મિત્ર જે અમદાવાદ ખાતે રહે છે તેની કાર હોવાનું માલુમ પડ્યું છે. જોકે આ કાર કોઈ MLA કે તેના સંબંધીની નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: