પીજ ખાતે આજરોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિર નું આયોજન કરવા માં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
પીજ ખાતે આજરોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિર નું આયોજન કરવા માં આવ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે આજરોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જોડી જવાબદાર જે પ્લાન કરે પરિવાર સૂત્ર સાર્થક કરવા ગુરુ શિબિર નું આયોજન કરવા માં આવ્યું જેમાં કુટુંબ કલ્યાણ વિશે લક્ષિત દંપતી સાથે સંપરામર્શ કરવા માં આવ્યો જેમાં લગ્ન ની નિયત ઉંમર ,૨૦ વર્ષ. ની ઉંમર બાદ જ બાળક ,લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહિ,બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબ ના સર્વાગી વિકાસ માં નાના કુટુંબ નો ફાળો અને ફેમિલી પ્લાનિંગ ટોલ ફ્રી નંબર 1800116555 વિશે માહિતગાર કરવા માં આવ્યા તેમજ કુટુંબ કલ્યાણ ની બિન કાયમી અને કાયમી પદ્ધિતી ની માહિતી આપવા માં આવી આ પ્રસંગે વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન રાજેન્દ્ર પટેલ ,ઉપ પ્રમુખ અરવિંદ ભાઈ ગોહેલ તાલુકા હેલ્થ ઓફીસર ડો રિતેશ બેન્કર પ્રા આ કેન્દ્ર પીજ ના મેડિકલ ઓફીસર ડો પ્રિયા ઠક્કર , આર બી એસ કે મેડિકલ ઓફિસર ડો દિલીપ પ્રજાપતિ,તાલુકા હેલ્થ સુપર વાઈઝર મેહુલ બૌદ્ધ , તાલુકા હેલ્થ સુપર વાઇઝર મીનાક્ષીબેન મેકવાન, યતીન ભાઈ વાઘેલા અને ગામ ની આશા બેનો તેમજ લક્ષિત દંપતી બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા