ગરબાડા વિસ્તારમાં મેઘ મહેર થતાં કાતરિયા કોતરનુ નાળુ બીજી વાર ધોવાયુ.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા વિસ્તારમાં મેઘ મહેર થતાં કાતરિયા કોતરનુ નાળુ બીજી વાર ધોવાયુ,

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાદાહોદ તા.૧૧ગરબાડા વિસ્તારમા મેઘો મહેરબાન થયો છે ત્યારે મોડી રાતે વરસેલા વરસાદને કારણે કાતરિયા કોતર પરનુ નાળુ આ ચોમાસામા જ બીજી વખત ધોવાઈ જતા ઘણા પ્રશ્નાર્થો સર્જાયા છે. નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.ખેડૂતોમાં આનંદનુ વાતાવરણ છવાઈ ગયુ છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદના કારણે દાહોદ નાં ગરબાડા તાલુકાના વડવા ખજુરીયા ને જાેડતા રસ્તાનું કાતરિયા કોતરનું નાળું બીજી વાર ધોવાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. આગળ પણ વરસેલા વરસાદમાં આ નાળુ તૂટી જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આર.એન્ડ બી. વિભાગ દ્વારા આ રસ્તા ઉપર નાળા નાંખી અને રસ્તો બનાવીને પુઃન ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ ગત રાત્રે તે વરસેલા વરસાદના કારણે આ નાળુ ધોવાઈ ગયુ છે જેના પગલે શાળાએ જતા બાળકો,બસો રસ્તા પરથી પસાર થતા વાહનો તેમજ ઈમરજન્સી સેવાઓ બંધ થઈ ગઈ છે.રાત્રે પડેલા વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હેન્ડ પંપ પણ પાણીમા ડુબી જતા સંબંધિત વિસ્તારમા પાણીની સમસ્યા સર્જાઈ હતી જાે કે ધરતીપુત્રોમાં આનંદનુ વાતાવરણ છવાઈ ગયુ છે.કારણ કે વરસાદ ખેંચાતા વાવેતર પર જાેખમ વધવાની સંભાવનાઓ હતી ત્યારે જ ગરબાડા પંથકમા મેઘો મહેરબાન થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: