દાહોદ શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતાં એક કિશોરને એક દંપતિએ ફોસ્ટર કેર યોજના હેઠળ દત્તક લીધો હતો.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૧
દાહોદ શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતાં એક કિશોરને એક દંપતિએ ફોસ્ટર કેર યોજના હેઠળ દત્તક લીધો હતો.
એક અનાથ બાળકને ૧૬ વર્ષે માતા-પિતાનો લાડ મળશે. ચિલ્ડ્રન હોમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. નિઃસંતાન દંપતિ હવે પુત્ર તરીકે પોતાની ફરજ બજાવશે.દાહોદ શહેરના ચિલ્ડ્રન હોમમાં રહેતાં અનાથ કિશોરને ૧૬ વર્ષ પછી માતા-પિતાનો પ્રેમ મળી શકશે. જિલ્લામાં ખોળાના ખુંદનારની ખોટથી પીડાતા એક નિઃસંતાન દંપતિએ આ કિશોરને હવે પૂત્ર તરીકે પાળશે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, સભ્ય લાલાભાઇ સુવર,લાલાભાઇ મકવાણા, લીગલ કમ પ્રોબશ્નર ઓફિસર અબ્દુલ કુરેશી અને બોયઝ ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશભાઇ પ્રજાપતિના પ્રયાસોથી આ શક્ય બન્યુ હતું. કેન્દ્ર સરકારની ફોસ્ટર કેર યોજના હેઠળ આ કિશોરને દત્તક લેવામાં આવ્યો હતો. આ અનાથ કિશોર ૯ નવ વર્ષની ઉમરથી દાહોદના બોયઝ ચિલ્ડ્રન હોમમાં રહેતો હતો. હાલ તે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. કિશોર અનાથ હતો ત્યારે નિઃસંતાન દંપતિએ તેને પૂત્ર તરીકે સ્વિકારીને હવેથી તેનું લાલન પાલન કરશે. સંપન્ન દંપતિ ચિલ્ડ્રન હોમમાંથી કિશોરને ઘરે લઇ જતી વખતે ભાવુક દ્રષ્યો સર્જાયા હતાં.

