દાહોદ મેમુન નગરમાં ઘરની આગળ લોક મારી પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાઈ.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૧
દાહોદ શહેરના ગોધરારોડ, મેમુન નગરમાં એક ઘરની આગળ લોક મારી પાર્ક કરેલ હોન્ડા મોટર સાઈન મોટર સાયકલ રાતના સમયે ચોરાયાનું જાણવા મળ્યું છે
.પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. ૨૮-૬-૨૦૨૩ના રોજ રાતના સમયે દાહોદ ગોધરારોડ, મેમુનનગરમાં બાઈકચોર ટોળખી ત્રાટકી હતી અને મેમુનનગરમાં રહેતા મહંમદ હુસેન ખત્રીની તેના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂા. ૩૦,૦૦૦ની કિંમતની એમ.પી. ૧૦ એમ.એક્સ-૨૬૭૧ નંબરની હોન્ડા સાઈન મોટર સાયકલ ચોરીને લઈ ગઈ હતી.આ સંબંધે દાહોદ, મેમુનનગરમાં રહેતા મહમદહુસેન ખત્રીએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

