નડિયાદના ડ્રાઈવરની જાણ બહાર ગુગલ પે ના પાસવર્ડમાં ફેરફાર કરી ૧.૧૦ લાખ ઉપાડી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ડ્રાઈવરની જાણ બહાર ગુગલ પે ના પાસવર્ડમાં ફેરફાર કરી ૧.૧૦ લાખ ઉપાડી લીધી નડિયાદના પીપલગ ગામે લેબર કોલોનીમાં રહેતા ડ્રાઈવરની જાણ બહાર અન્ય એકે રૂપિયા ૧.૧૦ લાખ ગુગલ પે ના પાસવર્ડમાં ફેરફાર કરી ઠગાઈ કરી છે. આ બનાવ પ્રકાશમાં આવતા ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી છે. નડિયાદના પીપલગ ગામે મોટી શાકમાર્કેટ પાછળ લેબર કોલોનીમાં રહેતા બહાદુરસિંહ ઈન્દ્રસિહ ગોહિલ જે પોતે તેમની ફોર વ્હીલર વાહન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને લાવી લઈ જવાનું કામ કરે છે. ગતરોજ ૧૨ જુનના રોજ સાંજે પોતાના લેબર કોલોનીમાં હતા. તે સમયે તેઓ નાહ્વા ગયા હતા અને પોતાનું શર્ટ જેના ખિસ્સામાં મોબાઈલ ફોન સહિત જરૂરી દસ્તાવેજો હતાં તે શર્ટ બહાર ટીગાવ્યુ હતું. પરત આવતાં તેમને પોતાનો મોબાઇલ ફોન, ક્રેડીટ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો મળ્યા નહોતા અને ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજા દિવસે બહાદુરસિંહ બેંકમાં તપાસ કરવા જતાં ૫૦-૫૦ હજારના બે ટ્રાજેન્કશનો થયેલા હતા આ ઉપરાંત ૧૦ હજાર અન્યના ખાતામાં ગયેલા હોવાનું માલુમ પડ્યું હતું. જે તે સમયે સાયબર હેલ્પ ડેસ્ક પર ફરિયાદ નોંધાવી હતી. આ બાદ તપાસ કરતાં આ કોલોનીમાં રહેતો શહનવાઝ આલમ (રહે.બિહાર)નો પણ પત્તો ન લાગતાં અને ઉપરોક્ત રૂપિયા શહનવાઝ આલમ ગયા હોવાનું ગુગલ પે મા બતાવતાં બહાદુરસિંહને શક છે શહનવાઝ આલમે બહાદુરસિંહની જણ બહાર ગુગલ પે ના પાસવર્ડમા ફેરફાર કરી આ નાણાં પોતાના અને અન્યના ખાતાંમાં નાખ્યા છે. આથી આ સંદર્ભે બહાદુરસિંહે આ શકદાર શહનવાઝ આલમ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.