અપહરણ કરનાર આરોપીઓ ને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડતી પીપલોદ પોલીસ.
રમેશ પટેલ સીંગવડ
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆની પીપલોદ પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.બી. પરમાર તથા તેમની ટીમને બાતમી મળી હતી કે, ભથવાડા, ભુતીયા ગામ પુલની નીચે નાળામાં એક ફોર વ્હીલર ગાડી બીન વારસી હાલતમાં પડેલ છે. પોલીસે સ્થળ પર જઈ ગાડીની આસપાસ તપાસ કરતાં એક બાળક અને એક પુખ્ત વયનો વ્યક્તિ મળી બંન્ને સ્થળ પર જાેવાતાં તેઓને પોલીસ પોલીસ મથકે લાવી શાંતિથી બંન્નેની પુછપરછ કરતાં બંન્ને પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ગતરોજ રાત્રીના સમયે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન જન્મ દિનની ઉજવણી દરમ્યાન જુના અણબનાવ બાબતે ચાર ઈસમો દ્વારા બંન્નેને એક ફોર વ્હીલર ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયાં હતાં અને ઉપરોક્ત સ્થળે ગાડી પાણીમાં ફસાઈ જતાં ચારેય જણા તેઓને સ્થળ પર છોડી નાસી ગયાં હતાં. આ બાબતની જાણ થતાંજ પીપલોદ પોલીસનો કાફલો પુનઃ ભથવાડા, ભુતીયા ગામ તરફ તપાસ માટે રવાના થઈ હતી જ્યાંથી એક ઈસમ સ્થળ પરથી મળી આવ્યો હતો તે ઈસમની સઘન પુછપરછ કરતાં અને પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં અન્ય ત્રણ ઈસમો સંતરોડ, સાલીયા મુકામેથી મળી આવ્યાં હતાં. અમદાવાદ શહેર નારણપુર પોલીસ સ્ટેશન તરફથી બ્રોડકાસ્ટ વર્ધી આધારે ભોગ બનનાર અમદાવાદ શહેર શાત્રીનગર ખાતે જન્મ દિવસની ઉઝવણી દરમ્યાન તેઓના મિત્ર કરણ ઉર્ફે કુણાલ ઉર્ફે કેડી રમેશભાઈ રાજપુત (રહે. સોલા) તથા તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા ઈસમો સાથે કોઈ જુના અણબનાવ બાબતે બોલાચાલી થતાં ચારેય જણાએ પ્રિત તથા તેની સાથેના બાળ કિશોરને એક ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી રવાના થઈ ગયાં હતાં અને સોશીયલ મીડીયાના ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ૧૦ દરોડની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું હતું.


