ફતેપુરા નગરમા આવેલ ગંદા પાણીની વાવમાં ગાય ખાબકી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમા આવેલ ગંદા પાણીની વાવમાં ગાય ખાબકી સ્થાનિકોની મદદથી બચાવી લેવાયા રસ્તા પર થી પસાર થતા વાહનો કે રાહદારીઓ આ વાવમાં ખાબકે તો નવાઈ નહીં વાવ ફરતે બાઉન્ડરી કરવામાં આવે તેવી લોકમાંગ ફતેપુરા નગર વડલા વાળા કુવા તરીકે જાણીતી વાવમાં ગામના ગંદા પાણી સંગ્રહ થતા વાવ દૂષિત પાણીથી ભરાઈ ગઈ હતી આ દૂષિત પાણીમાં ગાય ખાબકતા ગાયને બચાવી લેવામાં આવી હતીફતેપુરા નગરમાં જીવાદોરી સમાન ગણાતા વડલા વાળા કુવાનું ઝીણોદ્ધાર કરીને ત્યાં મોટી વાવ બનાવી દેવામાં આવી હતી . વાવ પુરાવાના કારણે વાવમાં ગામનું દૂસિત પાણી એકઠું થવાના કારણે ભારે ગંદકી જોવા મળી રહી છે તદ્ ઉપરાંત પારાવાર દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે આ વાવમા ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના સુમારે એક ગાય આ વાવમાં ખાબકી ગઈ હતી આ ગાયને રસ્તા પરથી પસાર થતા વટે માર્ગુને ગાયની અવાજ સાંભળતાં વાવ પાસે જઈને જોતા ગાય વાવમાં પડેલી જોવા મળી હતી તેને આજુબાજુના લોકોને જાણ કરતા ગાયને સ્થાનિકોની મદદથી દોરડા વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતીફતેપુરા નગર માંથી બાયપાસ ઝાલોદ બલૈયા સંતરામપુર તેમજ સુખસર જવા માટે આ રસ્તા પરથી જવા આવવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ રસ્તો બિલકુલ વાવની નજીક જ આવેલ છે વાવ ની ફરતે જાડી જાખરા ઉગી ગયા છે જેના કારણે આજુબાજુ ગીચતા થઈ ગઈ છે ક્યારેક મોટી ગાડી અંધારામાં પસાર થાય રસ્તો ન જોવાય તો ગાડી સીધી વાવમાં ખાપકે તેમ છે તો વાવ નો દૂષિત પાણી બાજુમાં આવેલા કુવામાં પણ આવી રહ્યું છે ત્યારે આવું દૂષિત પાણી પીવા માટે પણ લોકો મજબૂર થયા છે તાત્કાલિક વાવનું સમારકામ કરવામાં આવે કા તો વાવ ને પૂરી ને ત્યાં પાણી સંગ્રહ કરવા માટે મોટો સંપ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે




