ઝાલોદ તાલુકાના લીમડીમાં પતિ જોડે ઝઘડો થતા ઘરેથી નીકળી આવેલી મહિલાને 181 અભયમે સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે મોકલાઈ.
સિંધુ ઉદય
ઝાલોદ તાલુકાના લીમડીમાં પતિ જોડે ઝઘડો થતા ઘરેથી નીકળી આવેલી મહિલાને 181 અભયમે સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે મોકલાઈ ઝાલોદ તા .૧૩ઝાલોદ તાલુકા લીમડી ગામમાંથી એક વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે અહીં એક અસ્થિર મગજની મહિલા ચાર દિવસ બસસ્ટેન્ડમાં બેસી રહેલા છે. જેને મદદ કરવા અનુરોધથી 181 અભયમ રેસ્કયુ ટીમ દાહોદથી ધટના સ્થળ પર પહોંચી મહિલાને પાણી પીવડાવ્યું સાત્વનાં આપેલ.મહિલા ડરેલી હતા.તો લાગણી અને વિશ્વાસ અપાવતાં મહિલાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ.જોકે આ મહિલા બીજા જીલ્લાની હોવાથી તેનાં પતિ દ્વારા ઝગડો થતા તેના પતિએ તૂ ધર માથી નીકળી જા તેમ કહેતા આ મહિલાને મનમાં લાગી આવતા આ મહિલા ઘરેથી નીકળી આવી હતી અને ચાર દિવસ બસ સ્ટેન્ડમાં મહિલા બેસી રહેતી કોઈ જમવાનું આપે તો જમતી નહિ તો ભૂખી તરસી બેસી રહેતી તેને પોતાના શરીર કે બીજું કોઈ ભાન રહેતું નથી જેનાં પગલે અભયમ ટીમે તેને સમજાવી સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું હતુ.અને મહિલાને તેના પરિવાર સુધી પહોચાડવા માટે મહિલાના પતિને અહી બોલાવી સમજાવવા માટે બોલાવ્યો હતો.જોકે અત્યારે મહિલાને સુરક્ષિત સ્થળની જરૂર હોવાથી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે સુરક્ષિત આશ્રય અપાવેલ છે .